Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 149

ઇઝરાયલ ઈશ્વરની સ્તુતિ કરે

1 યહોવાહની સ્તુતિ કરો.

તેમની સમક્ષ નવું ગીત ગાઓ;

સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.

2 ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે;

સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.

3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;

ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.

4 કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે;

તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.

5 સંતો વિજયમાં149:5 મહિમામાં હરખાઓ;

પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.

6 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ

અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.

7 તેઓ વિદેશીઓને બદલો વાળે

અને લોકોને શિક્ષા પહોંચાડે.

8 તેઓ પોતાના રાજાઓને સાંકળોથી

અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.

9 લખેલો ચુકાદો તેમના પર બજાવે.

એવું મન તેમના બધા સંતોને છે.

યહોવાહની સ્તુતિ કરો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.