Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 138

આભારની પ્રાર્થના

દાઉદનું (ગીત.)

1 હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ;

હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.

2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ

તમારી કૃપા તથા સત્યતાને લીધે138:2 તમારા નામ તથા આજ્ઞાને લીધે હું આભાર માનીશ હું તમારા નામનો આભાર માનીશ.

3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;

તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.

4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે,

તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.

5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે,

કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.

6 જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે,

પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.

7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો;

મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો

અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.

8 યહોવાહ અંત સુધી મારી સાથે છે;

હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે;

તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.