Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 14

માણસોની દુષ્ટતા (ગીત 53)

મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત).

1 મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, "ઈશ્વર છે જ નહિ."

તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે;

તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.

2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ

તે જોવાને યહોવાહે આકાશમાંથી

મનુષ્યો પર દ્રષ્ટિ કરી.

3 દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે;

સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.

4 શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી?

તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે,

પણ યહોવાહને વિનંતિ કરતા નથી.

5 તેઓ બહુ ભયભીત થયા,

કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.

6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો

પણ યહોવાહ તો તેનો આશ્રય છે.

7 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું!

જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે,

ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.