Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 140

રક્ષણ માટે પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.

1 હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો;

જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

2 તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે;

તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.

3 તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે;

તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ

4 હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો;

જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે;

એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

5 ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે;

તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે;

મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ

6 મેં યહોવાહને કહ્યું, "તમે મારા ઈશ્વર છો;

મારી આજીજી સાંભળો."

7 હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો;

યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

8 હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો;

તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ

9 મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે;

તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.

10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;

તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;

એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ."

11 ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ;

જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.

12 હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે

અને ગરીબોનો હક જાળવશે.

13 નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે;

યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.