Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 24

મહાન રાજા

દાઉદનું ગીત.

1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે,

જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.

2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે

અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.

3 યહોવાહના પર્વત24:3 આ પર્વત પર મંદિર બાંધવામાં આવ્યું હતું. લોકો સિયોન પર્વત ચઢીને મંદિરમાં પ્રવેશતા હતા અને ઈશ્વરની ઉપાસના કરતા હતા. પર કોણ ચઢી શકશે?

તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?

4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે;

જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી

અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.

5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે

અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.

6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે

તેઓની પેઢી આ છે. સેલાહ.

7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો;

હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ,

કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

8 ગૌરવવાન રાજા તે કોણ છે?

યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.

9 હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો;

હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ,

કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

10 આ ગૌરવવાન રાજા તે કોણ છે?

યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ

ગૌરવવાન રાજા છે. સેલાહ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.