Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 76

ન્યાયી ઈશ્વર

મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન.

1 યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે;

ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.

2 તેમનો મંડપ સાલેમમાં76:2 યરુશાલેમ છે

અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.

3 ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,

ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ

4 સનાતન પર્વતોમાંથી

તમે મહિમાવાન તથા ઉત્તમ છો.

5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે,

તેઓ નિદ્રાવશ થયા છે.

સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.

6 હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી

રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.

7 તમે, હા, તમે ભયાવહ છો;

જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?

8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,

ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.

9 હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે

અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. સેલાહ

10 નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે.

બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો76:10 યુદ્ધમાં બચી ગયેલા લોકો તમારી ઉજવણી કરશે.

11 તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો.

તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.

12 તે રાજકુમારોનું અભિમાન ઉતારશે;

પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.