Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 8

પ્રભુમહિમા અને માનવગૌરવ

મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત.

1 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે!

તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.

2 તમારા શત્રુઓને કારણે,

તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે,

શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.

3 આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે,

ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,

4 ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો?

અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?

5 કારણ કે તમે તેને ઈશ્વર8:5 સ્વર્ગદૂત કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે

અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.

6 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે;

તેના પગ નીચે તમે બધું મૂક્યું છે8:6 જુઓ હિબ્રૂ 2:6-9:

7 સર્વ ઘેટાં અને બળદો

અને વન્ય પશુઓ,

8 આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં,

હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.

9 હે યહોવાહ, અમારા પ્રભુ,

આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.