Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 6

સંકટ સમયે સહાયની પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.

1 હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ

અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.

2 હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું;

હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.

3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે.

પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?

4 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો.

તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!

5 કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી.

શેઓલમાં તમારો આભાર કોણ માનશે?

6 હું નિસાસા નાખીને થાકી ગયો છું.

દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું;

હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.

7 રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે;

મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.

8 ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ;

કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.

9 યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે;

યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.

10 મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે.

તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.