Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 137

બંદીપ્રવાસીઓનું વિલાપગીત

1 અમે બાબિલની નદીઓને કિનારે બેઠા

અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું,

ત્યારે અમે રડ્યા.

2 ત્યાંનાં વૃક્ષો પર

અમે અમારી સિતારો લટકાવી દીધી.

3 અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,

જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે,

"સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ."

4 પણ આ વિદેશી ભૂમિ પર અમે

યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?

5 હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં,

તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.

6 જો હું તારા વિષે વિચાર ન કરું,

મારા મુખ્ય આનંદ કરતાં

જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં,

તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય137:6 હું કદી ગીત ન ગાઈ શકું.

7 હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું

તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો,

તેઓએ કહ્યું, "તેના પાયાઓને,

ઉખેડી નાખો, ઉખેડી નાખો."

8 હે નાશ પામનારી બાબિલની દીકરી,

તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે

તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.

9 જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર

પછાડે તે આશીર્વાદિત છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.