Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 87

આશીર્વાદિત સિયોન નગર

કોરાના દીકરાઓનું ગીત; ગાયન.

1 નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.

2 યાકૂબના સર્વ તંબુઓ કરતાં,

સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.

3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ

4 હું મારા અનુયાયીઓમાં રાહાબ87:4 મિસર દેશ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું.

જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે.

આનો જન્મ ત્યાં થયો હતો.

5 વળી સિયોન વિષે કહેવાશે કે, "દરેકનો સિયોનમાં જન્મ થયો;

અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે."

6 યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે,

"આનો જન્મ ત્યાં થયો." સેલાહ

7 વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે,

"મારા સર્વ ઝરાઓ તમારામાં છે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.