Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 120

સંકટમાં સહાય

ચઢવાનું ગીત.

1 મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો

અને તેમણે મને ઉત્તર આપ્યો.

2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે

અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.

3 હે કપટી જીભ, તને તો તે શું કરશે?

અને તારા તે શા હાલ કરશે?

4 તને યોદ્ધાઓ120:4 મજબૂત માણસ તીક્ષ્ણ બાણોથી વીંધશે,

અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.

5 મને અફસોસ છે કે હું મેશેખમાં120:5 કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેનું ક્ષેત્ર રહું છું;

અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.

6 જે શાંતિ પર દ્વેષ રાખે છે

તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.

7 હું શાંતિ ચાહું છું,

પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.