Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 130

સહાયને માટે પ્રાર્થના

ચઢવાનું ગીત.

1 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.

2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો;

મદદ માટેની મારી પ્રાર્થના પર

તમારા કાન ધરો.

3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો,

તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?

4 પણ તમારી પાસે માફી છે,

તેથી તમે આદર પામશો.

5 હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે

અને તેમના વચનમાં હું આશા રાખું છું.

6 સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં

મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.

7 હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ.

યહોવાહ દયાળુ છે

અને માફી આપવામાં ઉતાવળા છે.

8 તે ઇઝરાયલને તેનાં

સર્વ પાપોથી ઉગારશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.