Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 124

શત્રુઓથી છુટકારો મળતાં સ્‍તુતિગાન

ચઢવાનું ગીત; દાઉદનું.

1 હવે ઇઝરાયલ એમ કહો,

"જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,"

2 જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે,

"જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,

3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં

તેઓ અમને જીવતા જ ગળી જાત.

4 પાણીની રેલો અમને તાણી જાત,

પાણીએ અમને ડુબાડી દીધા હોત.

5 તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત."

6 યહોવાહની સ્તુતિ થાઓ,

જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે;

જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.

8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર,

યહોવાહ અમારા મદદગાર છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.