Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 15

ઈશ્વર શું ચાહે છે?

દાઉદનું ગીત.

1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે?

તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?

2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે

અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.

3 તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી,

બીજાનું ખરાબ કરતો નથી,

પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.

4 તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે

પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે.

તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.

5 તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી.

જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી.

એવાં કામ કરનાર કદી ડગશે નહિ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.